એક ‘હેતુ લક્ષી’ વાચન અભિયાન:

(૧)આટલા મોટા પાયા પર પુસ્તક વાચનની પ્રેરણા માટે જગતભરમાં ન થયો હોય એવો અભિનવ પ્રયોગ.

(૨)વિદ્યાર્થીઓ જીવનનાં ધ્યેય નક્કી કરે અને પોતાના રોલ મોડેલ નક્કી કરે એવી પ્રેરણા પુરી પાડતો અભિનવ પ્રયોગ.

 

સ્પર્ધાના સૂત્રો:

અમને પેપ્સી નહીં, પુસ્તક આપો
જે પુસ્તકનો મિત્ર, એ જ મારો મિત્ર
અમે વાંચીશું, અમારા મમ્મી પપ્પાને વંચાવીશું

 

પ્રયોગ વિશિષ્ટતા:

૧) ૧૮૩૫૪ થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ૧,૬૭,૬૮૧ થી વધારે પુસ્તકો વંચાયા.
૨) નવસારી અને આજુબાજુની ૪૭ જેટલી શાળાઓ, તેમના લગભગ તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. મમતા મંદિરના ૧૦૦ જેટલા મૂકબધિર બાળકો પણ સામેલ થયા.
૩) સાત માસ સુધી જારી રહેલા આ અભિયાનની-આ સુવાચન ઉત્સવની ઉજવણી ચાર દિવસ સુધી થઇ.
૪) ૨૩મી એપિ્રલ, વિશ્વ પુસ્તક દિનથી આ અભિયાનની શરુઆત થઇ.
૫) આશરે ૧૫,૦૦૦ વિદ્યાર્થીઓએ પોતાનાં રોલમોડેલ નક્કી કર્યા.
૬) નવસારીનાં ૧૫,૦૦૦ ઘરોમાં રોલ મોડેલ અંગે અને જીવનનાં ધ્યેય નક્કી કરવા તથા ઘરે ઘરે ‘તારો રોલ મોડેલ કોણ અને મારો રોલ મોડેલ કોણ’ એવી ચર્ચા ઊભી થઇ.
૭) ‘રોલ મોડેલ’ અનુલક્ષિત વક્તૃત્વ, નિબંધ, ચિત્રકામ, સુવિચાર અને જીવન કાર્ય નોંધ સ્પર્ધાઓનું આયોજન થયું જેમાં લગભગ ૧૦૫૨૪ વિદ્યાર્થીઓ વક્તૃત્વ સ્પર્ધામાં, ૧૧૫૦૦ વિદ્યાર્થીઓ નિબંધ સ્પર્ધામાં, ૧૨૦૦૨ વિદ્યાર્થીઓ સુવિચાર, ૧૧૧૨૦ વિદ્યાર્થીઓ ચિત્ર સ્પર્ધામાં અને ૧૦૧૨૨ વિદ્યાર્થીઓ જીવન કાર્યનોંધ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધા.
૮) આશરે ૫૦૦ વર્ગોમાં ૩૦૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ માટે ૨૫૦૦ જેટલી આવી પ્રાથમિક સ્પર્ધાઓનું આયોજન થયું.
૯) ચાર દિવસનાં ‘પુસ્તક ઉત્સવ’ દરમ્યાન પુસ્તક પ્રદર્શન પણ યોજાયા.
૧૦) સ્પર્ધામાં ભાગ લેનાર ૪૭ શાળાઓમાંથી ગ્રંથયાત્રા નીકળી.
૧૧) ગ્રંથયાત્રા પહેલાં વિચારમેળો અને વિદ્વાન વક્તાઓ દ્વારા આશીર્વચન.
૧૨) ૨૩૦૦ જેટલા બાળકોએ ૨૫ થી વધારે પુસ્તકો વાંચ્યા.
૧૩) જીવનના ધ્યેયની તેમજ રોલ મોડેલની પસંદગી માટે ૩૨૦ પાનાનું ‘ચાલો જીવન બદલીએ’ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું.

 

ઈનામો:

૧) આશરે રૂ. ૪,૦૦,૦૦૦ થી વધુ રકમના કુલ ૨૫૦૦ જેટલા ઇનામો,
૨) ૨૫ થી વધુ પુસ્તક વાંચનાર વિદ્યાર્થીઓ માટે અનેક આકર્ષણો.
૩) શ્રેષ્ઠ શાળા, શ્રેષ્ઠ આચાર્ય અને શ્રેષ્ઠ માર્ગદર્શક શિક્ષકોને પણ ઇનામો.
૪) ‘મહત્ત્મ પ્રતિસ્પર્ધી’ માટે પણ શ્રેષ્ઠ શાળા પુરસ્કાર,
૫) આશરે ૫૦૦ થી વધુ વિદ્વાન નિર્ણાયકો દ્વારા વાચક સ્પર્ધાનું મૂલ્યાંકન

વાચન પ્રેરણા અભિયાન:

૧) લાયબ્રેરીના કાર્યકર્તાઓ દ્વારા શાળાએ શાળાએ ફરી શિક્ષકો અને વિદ્યાર્થીઓની પ્રેરણાસભા કરી સ્પર્ધામાં ભાગ લેવા પ્રેરણા અને પ્રોત્સાહન પુરું પાડયું. આવી કુલ ૩૬ પ્રેરણા સભાઓનું આયોજન થયું જેમાં આશરે ૨૫,૦૦૦ જેટલા બાળકોને સંબોધવામાં આવ્યાં.
૨) વિચાર અને વાચનની તાલીમ આપવા ‘૨૦’ જેટલી એક દિવસની વિચાર-વાચન શિબિરોનું આયોજન થયું જેમાં આશરે ૨૫૦૦ જેટલા બાળકોએ વાચનવ્રત લીધા.
૩) એક દિવસની વિચાર વાચન શિબિર દ્વારા ૨૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને પુસ્તક વાચન અને રોલ મોડેલ પસંદગી માટે તાલીમ અપાઇ.
૪) સ્પર્ધકોને પુસ્તક વાંચનના માર્ગદર્શન માટે દરેક શાળામાં માર્ગદર્શક શિક્ષકોની નિમણુંક.
૫) શાળાના આચાર્યો અને શિક્ષકો દ્વારા બાળકોને વાંચવા માટે પ્રેરિત કરવામાં આવ્યા.
૬) પહેલા તબક્કાના વિચારમેળા દ્વારા વાચન પ્રેરણા અભિયાન. દસ વિદ્વાન વક્તાઓ દ્વારા ૩૯ શાળાઓમાં પ્રેરણા પ્રવચનો.
૭) વર્ગદીઠ ‘ચાલો જીવન બદલીએ’ પુસ્તકની પાંચ નકલ વિદ્યાર્થીઓને રોલ મોડેલ પસંદગી અને એ અંગેના અભ્યાસ માટે આપવામાં આવી. આમ કુલ ૫૦૦ વર્ગમાં ૨૫૦૦ માર્ગદર્શક પુસ્તકનું વિતરણ.
૮) વિદ્યાર્થીઓને ૫૧ જેટલા વિવિધ ક્ષેત્રોના જગતના ૧૦૦૦ જેટલાં સફળ મહાપુરુષોની માહિતી ‘ચાલો જીવન બદલીએ’ માં પૂરી પાડવામાં આવી.
૯) ૨૦ લાખથી વધુ મહાપુરુષોના જીવનની ઝાંખી મળી શકે એવી વેબસાઇટોની યાદી પૂરી પાડવામાં આવી.
૧૦) લાયબ્રેરીમાં હેલ્પ લાઇનની શરૂઆત.
૧૧) ૩૦,૦૦૦ વાલીઓને પત્ર લખી પ્રેરવામાં આવ્યાં.
૧૨) દિવાળી વેકેશન દરમ્યાન ‘ચાલો વાંચીએ-ચાલો લાયબ્રેરીમાં’ એવું અભિયાન ચલાવવામાં આવ્યું ‘સ્ટાર રીડરો’ ને માટે ચાર ઇનામી શિબિરો જાહેર કરવામાં આવી

વિજ્ઞાન સદ્દ્અસર:

૧) સ્પર્ધાના વર્ષે નવસારી શહેરમાં રૂ. ૩ લાખના જીવન ચરિત્રોના નવા પુસ્તકો ખરીદાયા.
૨) સમગ્ર પ્રયોગ દરમ્યાન રૂ. ૧૦ લાખના પુસ્તકો નવસારીમાં ખરીદાયા.
૩) આશરે ૪૦,૦૦૦ જેટલા પુસ્તકો લાયબ્રેરીના કબાટોમાંથી નીકળી બાળ વાચકોમાં ફરતા થયા. લાયબ્રેરીના કબાટો ખાલીખમ થયા; કેટલીક શાળાના લાયબ્રેરીના કબાટના તાળા તોડવા પડયા.
૪) એમ્યુઝમેન્ટ પાર્કમાં જ જોવા મળે એવી બાળકોની પુસ્તકો માટે લાયબ્રેરીમાં લાંબી કતારો.
૫) સયાજી લાયબ્રેરી તેમજ નવસારીની તમામ શાળાઓની લાયબ્રેરીના બાળવિભાગનાં પુસ્તકો ખલાસ, આ ઘટના સ્વયંભૂ એક વિક્રમ.
૬) ચોકલેટ અને આઇસક્રીમ માટે રડતું બાળક, પુસ્તક માટે રડયું.
૭) બાળકોની પુસ્તકની માંગને પહોંચી વળવા બે વાર નવા પુસ્તકો ખરીદાયા, સાથે ઇમરજન્સી સ્ટાફની નિમણુંક.
૮) કેટલીક શાળાની લાયબ્રેરીઓ વેકેશન દરમ્યાન પણ ચાલુ રહી. આચાર્ય, માર્ગદર્શક શિક્ષક અને ગ્રંથપાલ વેકેશનમાં પણ શાળાની લાયબ્રેરીમાં આવ્યા.
૯) લોકોએ દિવાળીના અભિનંદન તરીકે ‘પુસ્તકો’ મોકલવાની શરૂઆત કરી. અભિયાનની સુંદર અસર.
૧૦) નવસારીની ઘણી શાળાઓમાં અઠવાડિક ‘મને ગમતું પુસ્તક’ વાર્તાલાપની શરૂઆત થઇ.
૧૧) દિવાળી અભિયાન દરમ્યાન કેટલાક વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વિદ્યાર્થીઓના ઘરે ‘શેરી’માં પુસ્તક ચર્ચા કરી.
૧૨) બાળકોની સાથે વાલીઓ વાંચતા થયા, લાયબ્રેરીમાં દોડતા થયા. દાદા-દાદી પ્રવૃત્ત થયા.

રોલ મોડેલ કેન્દ્રિત શ્રેષ્ઠ વાચક સ્પર્ધા – ૨૦૦૫ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમો