સભ્યપદ

આ સંસ્થાના વાચક સભ્યપદ માટે કોઇ લવાજમ નથી, આપે માત્ર નિયત ફોર્મમાં અરજી કરી નીચે પ્રમાણે ડીપોઝીટ ભરવાની રહેશે.

રૂ. ૨૫૦
બે પુસ્તક
બે મેગેઝીન

રૂ. 300
ત્રણ પુસ્તક
ત્રણ મેગેઝીન

રૂ. ૫૦૦
ચાર પુસ્તક
ચાર મેગેઝીન

નોંધ: બાળ વિભાગના સભ્યપદ માટે કોઇ ડીપોઝીટ નથી (નિયમોને આધીન).

ઈલેકટ્રોનિક લાયબ્રેરીના સભ્યપદ માટેનું લવાજમ નીચે પ્રમાણે છે:

ઓડીયોવીડીયો / સીડી    રૂ. ૫૦.૦૦રૂ. ૨૫૦.૦૦

વાર્ષિક લવાજમ: ડીપોઝીટ:   રૂ. ૫૦.૦૦રૂ. ૨૦૦.૦૦


પુસ્તકાલયનો સમય અને રજાઓ

પુસ્તકાલય ક્યારેય બંધ રહેતું નથી

આ પુસ્તકાલય સપ્તાહિક રજા પાડતું નથી કે બંધ રહેતું નથી. અરે! જાહેર રજાઓમાં પણ, બધુંયે બંધ હોય ત્યારે પુસ્તકાલય તો ખુલ્લું જ હોય – ચાલુ જ હોય. વિદ્યાર્થી વાચકો માટે તો રાત્રે ૧૨.૦૦ સુધી વાચનકક્ષ ખુલ્લો રહે છે.


વિશિષ્ટતાઓ / વિશેષ સેવાઓ:

આ સંસ્થામાં વાચકોની વિનંતીથી સંસ્થામાં ન હોય તેવાં પુસ્તકો તરત જ મંગાવી લેવાં આવે છે.
વાચકોને જોઇતું પુસ્તક તરત જ મળી રહે તે માટે પુસ્તક રીઝર્વેશન પધ્ધતિનો પણ અમલ થાય છે.

ફોટો કોપી સેવા:

કોઇપણ વાચકને પુસ્તકાલયના કોઇપણ પુસ્તક કે સામયિકના કોઇપણ ભાગની ફોટો કોપી જોઇતી હોય તો તે યોગ્ય કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

ટેલીફોન રીન્યુઅલ:

વાચકો ટેલીફોન પર જ પુસ્તકો રીન્યુ કરાવી શકે છે.

પુસ્તકાલયમાં ઉત્તમગ્રંથોનો ‘Best of Library‘ જુદો કબાટ રાખ્યો છે.