શ્રી લલ્લુભાઇ મકનજી પટેલગાંધી સાહિત્ય વિભાગ :


સ્વ. લલ્લુભાઇ મકનજી પટેલ-મટવાડનાં વતની, સ્વાતંત્રય સેનાની, સંનિષ્ઠ સમાજ સેવક અને બહુશ્રુત વિદ્વાન, તેઓ તેમના વાચન શોખને કારણે એક સુંદર પોતાનું આગવું પુસ્તકાલય ધરાવતા હતા. એમના નિધન પછી પરિવારજનોએ સયાજી વૈભવ પુસ્તકાલયના વિશાળ વાચક સમુદાયને લક્ષમાં રાખી એમનું ગાંધી સાહિત્ય અને બીજા અનેક સુંદર પુસ્તકો સયાજી વૈભવ પુસ્તકાલયને દાનમાં આપ્યા.

શ્રી લલ્લુભાઇ મકનજી પટેલ-ગાંધી સાહિત્ય વિભાગ’ ગાંધી વિચારમાં રસ ધરાવનારાઓ અને સંશોધકો માટે અનેક સંદર્ભ ગ્રંથો ધરાવનાર ‘ગાંધી સાહિત્ય વિભાગ’ મૂલ્યવાન બની રહ્યો છે.

 

 


બાળ વિભાગ :

સંસ્થામાં હાલમાં સુંદર બાળ વિભાગ છે. બાળ વિભાગોમાં કુલ ૧૬૭૮૦ પુસ્તકો છે. બાળકોને ગમે એવા પર્યાવરણની રચના કરી જરૂરી શૈક્ષણિક ચાર્ટસ, મોડેલ, રમકડાંઓ, બુધ્ધિ કૌશલ્ય વિકસાવતા ઉપકરણો અને રમતો અને આધુનિક શૈક્ષણિક ઉપકરણો વસાવવામાં આવ્યા છે. તેમજ બાળકોને અનુરૂપ ફર્નિચરનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.


ચંચળબા મહિલા વિભાગ :

મહિલાઓને પોતાના રસના વિષયનાં પુસ્તકો સહેલાઇથી ઉપલબ્ધ બની રહે અને મહિલાઓમાં પણ વાંચન અભિરુચિ વિકસે એ હેતુથી અલગ મહિલા વિભાગ શરૂ કરવામાં આવ્યો છે.


સ્વ. મણીલાલ મિસ્ત્રી ઇલેકટ્રોનિક લાયબ્રેરી : (દ્રશ્ય-શ્રાવ્ય વિભાગ)

આજના ઇલેક્ટ્રોનિક યુગમાં પુસ્તકની ઉત્ક્રાંતિ થતી આવી છે. અને માહિતી વિવિધ પ્રકારનાં માધ્યમોમાં ઉપલબ્ધ છે. જેમાં ઇલેક્ટ્રોનિક માધ્યમ મુખ્ય છે. દ્રશ્ય-શ્રાવ્ય વિભાગ સાથે અહીં સીડી રોમ અને વિવિધ કોમ્પેક્ટ ડીસ્કની પણ લાયબ્રેરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ગ્રંથાલયમાં જ કેસેટો જોઇ/સાંભળી શકાય તે માટે ટીવી, ટેઇપ રેકોર્ડર, ડીવીડી પ્લેયર વગેરેની પણ સગવડ છે. વિવિધ એનસાઇક્લોપિડિયાની સીડી/ડીવીડી પણ મલ્ટીમીડીયા કીટ સાથે ઉપલબ્ધ છે.


કેરીયર કોર્નર :

વિદ્યાર્થીઓને કારર્કીદી માર્ગદર્શન અને પસંદગી માટે માહિતી આપવા માટે એક અલગ કેરીયર કોર્નર વિભાગ પણ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં એ વિષેનું સાહિત્ય અલગ રીતે ઉપલબ્ધ છે.