• ૨૦૦૮

  ૨૦૦૭-૦૮ ગુજરાત સરકાર તરફથી શ્રી મોતીભાઇ અમીન ગ્રંથાલય સેવા પારિતોષિક પ્રમાણપત્ર ઉત્તમ ગ્રંથાલય સેવા આપી વ્યાપક જ્ઞાન પ્રસારના ક્ષેત્રે પ્રશંસાપાત્ર કામગીરી બજાવ્યાની કદર રૂપે મળેલ છે.

 • ૨૦૦૭

  પહેલા અને બીજા માળનું આશરે ૧૦,૦૦૦ ચો.ફુટનું બાંધકામ કરવામાં આવ્યું અને સ્વામી સચ્ચિદાનંદના વરદ હસ્તે નવા મકાનનું ઉદ્દ્ઘાટન થયું (૨૦/૦૫/૨૦૦૭).

  ૨૦૦૬-૦૭માં ગુજરાત સરકાર તરફથી શ્રી મોતીભાઇ અમીન ગ્રંથાલય સેવા પારિતોષિક પ્રમાણપત્ર ઉત્તમ ગ્રંથાલય સેવા આપી વ્યાપક જ્ઞાન પ્રસારના ક્ષેત્રે પ્રશંસાપાત્ર કામગીરી બજાવ્યાની કદર રૂપે મળેલ છે.

 • ૨૦૦૨

  પુસ્તકાલયનો ઉત્તર-પૂર્વ તરફનો એક ભાગ ધરતીકંપમાં ક્ષતિગ્રસ્ત થયો હતો.

  ૨૦૦૧-૦૨માં ગુજરાત સરકાર તરફથી શ્રી મોતીભાઇ અમીન ગ્રંથાલય સેવા પારિતોષિક પ્રમાણપત્ર ઉત્તમ ગ્રંથાલય સેવા આપી વ્યાપક જ્ઞાન પ્રસારના ક્ષેત્રે પ્રશંસાપાત્ર કામગીરી બજાવ્યાની કદર રૂપે મળેલ છે.

 • ૧૯૯૪

  ૧૯૯૩-૯૪માં ગુજરાત સરકાર તરફથી શ્રી મોતીભાઇ અમીન ગ્રંથાલય સેવા પારિતોષિક પ્રમાણપત્ર ઉત્તમ ગ્રંથાલય સેવા આપી વ્યાપક જ્ઞાન પ્રસારના ક્ષેત્રે પ્રશંસાપાત્ર કામગીરી બજાવ્યાની કદર રૂપે મળેલ છે.

 • ૧૯૮૪

  ૧૯૮૩-૮૪માં ગુજરાત સરકાર તરફથી શ્રી મોતીભાઇ અમીન ગ્રંથાલય સેવા પારિતોષિક પ્રમાણપત્ર ઉત્તમ ગ્રંથાલય સેવા આપી વ્યાપક જ્ઞાન પ્રસારના ક્ષેત્રે પ્રશંસાપાત્ર કામગીરી બજાવ્યાની કદર રૂપે મળેલ છે.

 • ૧૯૭૩

  ૩૧૦૦ ચોરસફૂટનું બાંધકામ સંસ્થાના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે કરવામાં આવ્યું હતું.

 • ૧૯૧૧

  આ પુસ્તકાલય વાચકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

 • ૧૯૧૦

  ગોકળદાસ નરસિંહદાસ પારેખ, ખુશાલદાસ નરસિંહદાસ પારેખ અને રામદાસ શિવદાસ મોદીના વારસોએ બક્ષિસમાં આપેલ જગ્યા પર રૂા ૮૧૦૦/-ના ખર્ચે પુસ્તકાલય બાંધવામાં આવ્યું.

 • ૧૯૦૭

  શ્રીમંત મહારાજા સયાજીરાવની સિલ્વર જ્યુબીલીની ઉજવણીના ખર્ચમાંથી બચેલ રકમને તત્કાલિન સુબા રાવ બહાદૂર ગોવિંદભાઇ હાથીભાઇ દેસાઇના અનુરોધથી મહારાજા સયાજીરાવે આ પુસ્તકાલય બાંધવા માટે ફાળવી હતી.

 • ૧૮૯૮

  વડોદરાના મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ દ્વારા આ પુસ્તકાલયની સ્થાપના થઇ હતી. આ બંનેને જોડીને લક્ષ્મણ હોલમાં સંયુક્ત રીતે 'શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય' શરૂ થયું.

 • ૧૮૭૮

  'સાર્વજનિક રીડિંગ રૂમ' નામનું નાનકડું પુસ્તકાલય શરૂ થયું હતું.