વાચન કક્ષ :

ઘરે વાંચવાની સગવડ ન ધરાવતાં વિદ્યાર્થીઓ માટે દિવસે તેમજ રાત્રે ૧૦ : ૦૦  વાગ્યા સુધી વાંચવા માટે રીડીંગ રૂમની સગવડ પણ આપવામાં આવે છે.

 

 

 


લાઈબ્રેરીનું કોમ્પ્યુટરાઇઝેશન :

લાઈબ્રેરીનું એક આધુનિક અને સરળ સોફટવેર આધારિત કોમ્પ્યુટરાઇઝેશન કરવામાં આવ્યું છે. તમામ પુસ્તકો વિષય, લેખક અને શીર્ષક આધારે શોધી શકાય છે. બારકોડ આધારિત હોવાને કારણે પુસ્તકોની આપ-લે ખૂબ જ ઝડપી અને સરળ બની ગઇ છે.

આ ગ્રંથાલયમાં વિકસાવવામાં આવેલ કમ્પ્યુટર સોફ્ટવેરની વિશેષતા એ છે કે એ સંપૂર્ણપણે ગુજરાતી ભાષામાં વાપરી શકાય એ રીતે વિકસાવ્યું છે. અન્ય સોફ્ટવેરમાં ગુજરાતી પુસ્તકોની માહિતી પણ અંગ્રેજી મૂળાક્ષરમાં લખવી પડતી હોય છે, જેને કારણે અંગ્રેજી ભાષા નહીં જાણનારા એ સોફટવેરનો ઉપયોગ કરી શકતા નથી. એ ઉપરાંત રોજ રોજ વંચાતા પુસ્તકોના પ્રકાર અને વિષયો અંગે વૈવિધ્યસભર હેવાલો દરરોજ મળે છે, જેને કારણે આપણી વાચન તેવો અંગે વિગતે વિશ્લેષણ થઇ શકે છે, એટલું જ નહીં પરંતુ કોઈ જ્ઞાનપિપાસુ ધારે તો એ અંગે સંશોધન પણ કરી શકે છે.