સભ્યો ટેલીફોન કે ઇ-મેઇલ દ્વારા પોતાને વાંચવા માટે જોઇતા પુસ્તકોની જાણ કરી શકે છે. આ રીતે જાણ કર્યાના ‘૨૪’ કલાકની અંદર જો પુસ્તક ઉપલબ્ધ હોય તો એમને ઘરે બેઠા પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે. સભ્ય જયારે પુસ્તક પરત કરવા ઇચ્છતા હોય ત્યારે ફરીથી ટેલીફોન કે ઇ-મેઇલથી જાણ કરે છે, જેથી પુસ્તકો ઘરેથી પાછા મેળવવાની વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ નવા પુસ્તકો પણ જોઇતા હોય તો, તે પણ પહોચાડવામાં આવે છે. આ સેવા માટે નિયત ફી ભરવાની હોય છે.