બાળકોનું વેકેશન રચનાત્મક પ્રવૃત્તિઓવાળું બની રહે તે માટે વેકેશન દરમ્યાન ‘ચાલો વાંચીએ ચાલો લાઇબ્રેરી’માં અભિયાન ૨૩ એપ્રિલથી ૧૫ જૂન દરમ્યાન ચાલે છે.બાળકો, વાલીઓનો ખૂબ સારો પ્રતિસાદ મળે છે.

૨૦૦૮ના વેકેશન દરમ્યાન ૬૪૧ બાળકોએ ૨૦,૦૦૦ પુસ્તકો વાંચ્યાં. શ્રી રામજીમંદિર ટ્રસ્ટના સહયોગથી ૧૦થી વધુ પુસ્તક વાંચનારાઓને નોટબુક પુરસ્કાર રૂપે આપવામાં આવી. પપ બાળકોએ ૧૦૦થી વધુ પુસ્તકો વાંચ્યાં અને એમની વર્ષભરની જરૂરિયાતની નોટબુકો પોતાના વાંચન પુરુષાર્થથી અર્જિત કરી.જાહેરસમારંભમાં બાળકોનું અભિવાદન કરી એમને પુરસ્કારો આપવામાં આવ્યાં. પર્યાવરણની જાગ્રતિ માટે ૧૦૦થી વધુ પુસ્તક વાંચનાર બાળકોને (CFL) લેમ્પ પુરસ્કાર તરીકે આપવામાં આવ્યા.