ગુરુમિલન પાક્ષિકી કાર્યક્રમ અંતર્ગત નવોદિત અને જાણીતા કવિઓ અને લેખકો ભેગા થઈને પોતપોતાની સ્વરચિત કૃતિઓ રજૂ કરે છે. કેટલીક વખત પ્રસંગ અનુરૂપ કોઈ સુવિખ્યાત કૃતિઓનું પણ પઠન થાય છે. ગમતાંનો ગુલાલ કરવાની આ પ્રવૃત્તિને કારણે ઘણાંને લખવાનું શરૂ કરવાની, તો ઘણાંને લખતા રહેવાની પ્રેરણા મળી છે. ભવિષ્યમાં નવોદિતો માટે પ્લેટફોર્મ પૂરું પાડવાનું આયોજન છે તથા લેખન વર્ગો પણ યોજીશું.