વાચકો, સભ્યો માટેના નિયમો અને અપેક્ષાઓ
૧. પુસ્તકાલયનો સમય સવારે ૯:૦૦ થી સાંજે ૭:૦૦ કલાક સુધી. (પુસ્તક આપ–લે સવારે ૯:૩૦ થી સાંજે ૬:૩૦ સુધી)
ૠતુ પ્રમાણે અને સમયાંતરે ફેરફાર થઇ શકે, પુસ્તકાલયની મોટી પ્રવૃત્તિ/કાર્યક્રમ વેળાએ સમયમાં ફેરફાર થઇ શકે.
૨. પુસ્તકાલયમાં કિંમતી વસ્તુઓ–દાગીના વગેરે લઈ આવવું નહિ. પુસ્તક વિભાગમાં બેગ કે થેલી લઈ જઈ શકાશે નહિ, બેગ કે થેલી ઇશ્યુ કર્લાક પાસે મુકી પુસ્તક વાચન વિભાગમાં જવું. કિમતી વસ્તુઓ સાચવવાની જવાબદારી સંસ્થાની રહેશે નહિ.
૩. ઘરે પુસ્તકો લઈ જનાર સભ્યએ ભરવાની ડિપોઝીટ
- ફકત નવસારી શહેર વિસ્તારના રહેવાસીઓ માટે
(ફક્ત વિદ્યાર્થીઓ માટે) ૧ પુસ્તક + ૧ મેગેઝિન – ડિપોઝિટની રકમ – રૂ. ૨૫૦
૨ પુસ્તકો + ૨ મેગેઝિનો – ડિપોઝિટની રકમ – રૂ. ૫૦૦
૩ પુસ્તકો + ૩ મેગેઝિનો – ડિપોઝિટની રકમ – ૭૫૦
૪ પુસ્તકો + ૪ મેગેઝિનો – ડિપોઝિટની રકમ – ૧૦૦૦
૬ પુસ્તકો + ૬ મેગેઝિનો – ડિપોઝિટની રકમ – રૂ. ૧૫૦૦
- નવસારી શહેર વિસ્તાર સિવાયના રહેવાસીઓ માટે
૨ પુસ્તકો + ૨ મેગેઝિનો – ડિપોઝિટની રકમ – રૂ. ૨૫૦૦
(ફકત વિદ્યાર્થીઓ માટે) ૨ પુસ્તક + ૨ મેગેઝિન – ડિપોઝિટની રકમ – રૂ . ૧૦૦૦
તા.૧૫/૦૯/૨૦૨૩ થી આ ફેરફાર અમલમાં મૂકવામાં આવ્યો છે.
ડિપોઝિટ એક વર્ષ બાદ જ પરત મળી શકશે.
સંદર્ભ ગ્રંથો કે મોઘા પુસ્તકો માટે વધારાની ડિપોઝિટ આપવાની રહેશે. ડિપોઝિટ પરત મેળવવા રસીદ જરૂરી છે – સાચવીને રાખવી.
૪. સભ્ય બનવા સ્વ પરિચય અને રહેઠાણ અંગેના માન્ય સર્ટીફીકેટ /કાર્ડની નકલો આપવાની રહેશે. રહેઠાણનું સ્થળ/ફોન નંબર બદલાય તો તુરંત જણાવવુ.
૫. ડિપોઝિટ, દાન કે કોઈપણ પ્રકારની રકમ આપનાર વ્યક્તિએ પુસ્તકાલયના ગ્રંથપાલ / કલાર્ક પાસેથી પાકી રસીદ અવશ્ય મેળવવી.
૬. પુસ્તક ૧૫ દિવસમાં પરત કરવાનું રહેશે. ૧૫ દિવસથી વધારે સમય રાખવા માટે જમા કરાવવાની તારીખે રીન્યુ કરાવવાનું રહેશે, બે વાર રીન્યુ કરાવી શકાશે, ફોન પર પણ રીન્યુ કરાવી શકાશે. રીન્યુ ન કરાવી, મોડું જમા કરાવનાર પાસેથી પુસ્તક દીઠ દિવસના રૂા ૧/- લેખે લેઈટ ફી લેવામાં આવશે.
- પુસ્તકો ખૂબ કાળજીથી રાખવા, પુસ્તકો પર લખાણ, ચિતરણ કરવું નહિ-ફાડવા નહિ.
- પુસ્તકો બગાડનાર પાસેથી પુસ્તકની પૂરી કિમત વસૂલ કરવામાં આવશે.
- નિયત સમય દરમ્યાન વાચક દ્વારા પુસ્તક પરત ન થતા કર્મચારી આપને ઘરે પણ પુસ્તક ઉઘરાણી માટે આવશે
૭. લાઈબ્રેરીમાં ખાવાની તથા પ્રતિબંધિત વસ્તુઓની મનાઇ છે.
૮. પોતાના મેમ્બરશીપ કાર્ડ પર જ બુક ઇસ્યૂ થશે. અન્યના કાર્ડ આપ વાપરી નહિ શકો.
૯ .સાંજે ૭ થી ૧૦ના સમયમાં વાંચવા બેસવા માટે અલગ પાસ તથા બાંહેધરી પત્ર સાઇન કરેલું હોવુ ફરજીયાત રહેશે.
૧૦. ગેરશિસ્ત અથવા લાઈબ્રેરીને નુકસાન થાય એવી કોઈ હરકત ધ્યાનમાં આવે તો લાયબ્રેરીના હિત માટે યોગ્ય પગલા લેવામાં આવશે.
૧૧. પુસ્તકાલય આપનું છે તેને સ્વચ્છ રાખો, ફર્નિચર, મકાનને નુકશાન કરશો નહિ, વર્તમાનપત્રો સામાયિકો તેની નિયત જગ્યાએ વ્યવસ્થિત મૂકો,
૧૨. આપના વાણી, વર્તનથી બીજાને ખલેલ પહોચાડશો નહિ,
૧૩. મોબાઈલ સ્વીચ ઓફ/વાઇબ્રેટીંગ મોડ પર રાખશો, ફોન પર વાત કરી શકાશે નહિ.
*ઉપરોક્ત નિયમો આ લાઈબ્રેરી દ્વારા જરૂરિયાત પ્રમાણે કરવામાં આવતા ફેરફારો નવા નિયમો માન્ય રાખવામાં રહેશે.