મહાદેવભાઈને ગમતી અત્યંત વ્હાલી પ્રવૃત્તિ હતી વિચાર વાચન શિબિર.ફક્ત પાઠ્યપુસ્તકોનું શિક્ષણ પામેલા અને કેળવણી વિનાના બાળકોથી બનેલો સમાજ કેવો હશે? સમાજની ભયાવહ કલ્પનાને નાથવા કંઈક તો કરવું જોઈએ એવા વિચાર સાથે શરૂ થયો વિદ્યાર્થીઓ માટે એક દિવસીય “વિચાર-વાચન શિબિર” કાર્યક્રમ.
ૐ કારની સમજ, પ્રાર્થનાના મહત્વથી માંડીને સમય વ્યવસ્થાપન; Sub-conscious mind વિશે, વિચાર પ્રક્રિયા, Habit forming, સંકલ્પની શક્તિ, વાચન-પુસ્તકનું મહત્વ વગેરે અનેક બાબતો દાખલાઓ આપી બાળકોને સમજાવાય. વિદ્યાર્થીના નાનકડાં જૂથ સાથે interaction પણ થતી રહે..… દિવસને અંતે વિદ્યાર્થીઓને, શિક્ષકોને કંઈક મેળવ્યાનો આનંદ હોય અને અમને કંઈક કર્યાનો. અત્યાર સુધી ૫૨૨ વિચાર વાચન શિબિરો યોજાય ચૂકી છે.