પુસ્તકાલયની વિવિધ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીને હંમેશ કેન્દ્રસ્થાને રાખવાનો પુસ્તકાલયનો પ્રયાસ રહ્યો છે. પુસ્તકાલયની વિવિધ વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓથી આકર્ષાયેલા આર્ષદ્રષ્ટા ઉદ્યોગપતિ શ્રી દેવેન્દ્રભાઇ નાયકના આર્થિક પીઠબળ અને માર્ગદર્શનથી સ્વનવસર્જનની એક નાવિન્યપૂર્ણ પ્રવૃત્તિ શરૂ કરાઇ.

લાંબાગાળાની આ મહત્ત્વાકાંક્ષી યોજનામાં-વિદ્યાર્થીઓ તેમના અર્ધ જાગ્રત મનને ઓળખે તેની શક્તિનો પરિચય મેળવે અને હકારાત્મક વલણ કેળવી ધ્યેય સિદ્ધિ તરફ પ્રેરિત થાય એ હતો.કુલ ૨૧ શાળાઓના ૧,૨ર૦૦/ વિદ્યાર્થીઓને સિદ્ધિ પ્રેરણાના મનોવિજ્ઞાનથી વાકેફ કર્યાં હતા. પ્રયોગોથી સાબિત થયું છે કે જો વિદ્યાર્થીઓ સિદ્ધિ પ્રેરણાના ૧૧ ઘટકો જાણે અને આત્મસાત કરે તો તેઓ સિદ્ધિ માર્ગે જરૂર આગળ વધી શકે છે. ડૉ. દીપક ચોપરાનો બોડી ક્લોક સિદ્ધાંત અને ડો. દોલતભાઇ દેસાઇ(દાદાજી) ના સ્ટડીકલૉકનો સિદ્ધાંત સમજાવી વિદ્યાર્થીને પોતાનો સ્ટડીકલૉક તૈયાર કરવાનો તેમ જ સ્ટડીકલૉક સમજાવી વિદ્યાર્થીને પોતાનું બોડીકલૉક તૈયાર કરવા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું મોટીવેશનના ચાર લક્ષણો જેમકે

૧. લાંબાગાળાની ભાગીદારી

ર. અનન્ય કાર્યની કલ્પના

૩. અન્ય સાથે હરીફાઈ

૪. પોતાની જાત સાથે હરીફાઈથી, એમને પરિચિત કરાયા

આ ક્ષેત્રના તજજ્ઞો ડૉ. દોલતભાઈ દેસાઈ, ડૉ. જિતેન્દ્ર અઢિયા, શ્રી કલ્યાણસિંહ ચંપાવત અને શ્રી સુરેશ પટેલે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને અદભુત પ્રેરણા આપી.

આ સૌનો ઉદ્દેશ વિદ્યાર્થી શ્રેષ્ઠતાથી સંવેદનશીલતા અને  સિદ્ધિપ્રેરણા તરફ ગતિશીલ બને, અદ્વિતીય સિદ્ધિને વરે એ જ છે. વળી ધ્યેયમાં આડે આવનારાં પરિબળો જેમ કે, વ્યક્તિગત મુશ્કેલીઓ, બાહ્યજગતની મુશ્કેલીઓ, સાથે પણ હકારાત્મક વિચારો તથા વલણો તેમ જ સુટેવો દ્વારા સફળતાનાં શિખરો સર કરી શકાય છે. નિદર્શન ચર્ચા-વિચારણા તથા સંવાદે વિદ્યાર્થી જીવનમાં નવી પહેલ તથા નવી ચાલના પૂરી પાડી હતી.

જિલ્લાની ૨૫ જેટલી પસંદ કરાયેલ શાળામાં નિષ્ણાંતો દ્વારા વક્તવ્યો, વિદ્યાર્થીઓના, શિક્ષકોના, વાલીઓના શિબિરો, વિધાર્થીઓનાં મનની ક્ષિતિજો વિસ્તરે તેવા નિષ્ણાંતો દ્વારા પ્રયાસો થયા તેમ જ વિધાર્થીઓ હકારાત્મક વલણ કેળવે એ દિશામાં પ્રયત્નો, વિદ્યાર્થી લઘુતાગ્રંથી અને આળસ ત્યજી સિદ્ધિનાં ધ્યેય ધરાવતો થાય, જીવનનું લક્ષ્ય નક્કી કરે, રોલ મોડેલની પસંદગી કરી, ધ્વેયપ્રાપ્તિનાં પ્રયત્નોમાં મંડી પડે એ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. લાંબાગાળાનાં આ આયોજન અને પ્રવૃત્તિઓને શાળા પરિવારનો પ્રોત્સાહક, પ્રતિભાવ મળ્યો.

 

સ્વનવસર્જન અંતર્ગત યોજાયેલ કાર્યક્રમો