સયાજી લાઈબ્રેરીમાં અવિરતભાવે ચાલતી પ્રવૃત્તિ એટલે “મને ગમતું પુસ્તક-વાર્તાલાપ” ભારતીય સંસ્કૃતિની ધરોહર એવા અમૂલ્ય પુસ્તકરત્નોને સજીવતા અર્પણ કરી સંવર્ધન કરતું એકમાત્ર રસાયણ એટલે “મને ગમતું પુસ્તક વાર્તાલાપ.” “મને ગમતું પુસ્તક વાર્તાલાપ’’ શ્રેણી એ પુસ્તકાલયનો પ્રાણ છે. આ વાર્તાલાપ પુસ્તકાલયમાં મ્હોરેલા પુસ્તકોની ફોરમને વાયુરૂપે. વેગ આપે છે. પુસ્તકો સાથેની મૈત્રીને વધુ ગાઢ બનાવવા માટેનું ઈધણ આ વાર્તાલાપ પૂરું પાડે છે. વાર્તાલાપમાં ટેક્નોલોજી થકી આજની યાંત્રિક પેઢીને પણ પુસ્તકના હાર્ડવેર અને સોફટવેર થકી સંયોજીત કરી પુસ્તકમૈત્રીને અમરત્વ બક્ષે છે.

કોરોનાકાળની કપરી પરિસ્થિતિમાં પણ ટેક્નોલોજીની સહાયથી Facebook અને YouTube લિંકના ઓનલાઈન માધ્યમથી આ વિવિધ શ્રેણીઓ નિરંતર અને અવિરત કાર્યરત રહી છે. જેમાં સ્થાનિક તેમજ દેશ-વિદેશના પુસ્તક પ્રેમીઓને પુસ્તકાલય સાથે જોડતો એક નવો સેતુ રચાયો છે.

એક વાત નોંધનીય છે કે, અત્યાર સુધી Youtube પર Subscriber 1.1 K અને Facebook માં પુસ્તક પ્રેમી શ્રોતાઓની સંખ્યા ૪,૯૧૬ છે જે પુસ્તક અને પુસ્તકાલયની ખ્યાતિ અને પ્રેમ દર્શાવે છે.

વાર્તાલાપની નિરંતર ચાલતી શ્રેણી સુવિકસિત જીવનનું પ્રતિબિંબ બની રહી છે. વાર્તાલાપ એ નિર્દોષ બાળકોના જીવન ઘડતરનું ઉત્કૃષ્ટ સાધન બની રહ્યું છે. કાળ અને સ્થળના બંધનને તોડીને પુસ્તકોના અખૂટ ભંડારને જ્ઞાનતરસ ધરાવતા જીવ સુધી પહોંચાડતી શ્રેણી એટલે “મને ગમતું પુસ્તક વાર્તાલાપ’’. સામાજીક અને સર્વાંગી વિકાસનો અજોડ આદર્શ એટલે ‘‘મને ગમતું પુસ્તક વાર્તાલાપ”. “મને ગમતું પુસ્તક વાર્તાલાપ” શ્રેણી ચાર વિભાગોમાં વિભાજિત કરી વયકક્ષા અનુસાર દર મહિનાના દરેક શનિવારે યોજવામાં આવે છે. જેમાં વિવિધ વિષયોને બહોળા પ્રમાણમાં આવરી લેવામાં આવે છે. આ વાર્તાલાપમાં પુસ્તકોના વિવિધ પ્રકાર જેવા કે જીવનચરિત્ર, નવલકથા, નિબંધ, આત્મકથા, વિજ્ઞાન, સાહિત્ય, લોકસાહિત્ય, રમતગમત, જ્યોતિષવિદ્યા, નાટક, કેળવણી, અનુવાદિત થયેલ વિશ્વ સાહિત્ય વગેરે વિવિધ માધ્યમના પુસ્તકોનો સમાવેશ થાય છે.

આ વાર્તાલાપમાં નવસારી તેમજ નવસારીની બહારના કોઈપણ સ્થળેથી વક્તાઓ પધારે છે.

વાર્તાલાપ શ્રેણીની શરૂઆત

(૧) પહેલા શનિવારે -યુવા વાર્તાલાપ- ૧૩-૦૯-૨૦૦૩

(૨) બીજા શનિવારે-બાળ વાર્તાલાપ- ૨૯-૦૬-૧૯૯૬

(૩) ત્રીજા શનિવારે- મહિલા વાર્તાલાપ-૨૭-૯-૨૦૦૩

(૪) ચોથા શનિવારે-સર્વજન વાર્તાલાપ ૨૫-૨-૧૯૯

વિશ્વભરમાં આ કેવળ એકમાત્ર પુસ્તકાલય હશે જે આ રીતે દર મહિને સાત જેટલાં પુસ્તકોનો પરિચય નિરંતર કરાવે છે.

ભગવતીકુમાર શર્માએ આ વાર્તાલાપ શ્રેણીના બાળવક્તાને સાંભળીને કહ્યું હતું કે ‘આ બાળ વક્તાને સાંભળીને હું ગુજરાતી ભાષા વિષે આશ્વસ્ત થયો છું’.

પુસ્તક વાર્તાલાપ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમો