સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય, નવસારીના ઉપક્રમે ‘ગુરુમિલન પક્ષિકી’ હેઠળ ‘સ્થાનિક તરહી મુશાયરા’નું આયોજન તા. ૨૮-૨-૨૦૧૯ ને ગુરુવારે રાત્રે ૯-૦૦ કલાકે કરવામાં આવેલ છે. સૌ ગઝલકાર અને કવિ મિત્રોને ‘સ્થાનિક તરહી મુશાયરા’માં ભાગ લેવા હાર્દિક આમંત્રણ છે.

‘સ્થાનિક તરહી મુશાયરા’ માટે મતલા
અને અન્ય માહિતી :-

(૧)
હેમ સો ટચનું હશે પણ યોગ્ય એ ઠરશે નહીં
જ્યાં લગી ખુદ પથ્થરોથી પાર ઊતરશે નહીં
– ‘શૂન્ય’ પાલનપુરી (શૂન્યની સૃષ્ટિ – ૨૮૦)
છંદ : ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
રદીફ : નહીં
કાફિયા : ઠરશે, ઊતરશે.

(૨)
એક એની યાદથી આનંદ છે આરામ છે
જીવ ઠેકાણે નથી પણ જીવવાની હામ છે
– અમૃત ‘ઘાયલ’ (આઠોં જામ ખુમારી – ૩૨૭)
છંદ : ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
રદીફ : છે
કાફિયા : આરામ, હામ.

(૩)
અશ્રુ પાછળ અશ્રુ આવી જાય છે
વાતમાંથી વાત પેદા થાય છે
– ‘શૂન્ય’ પાલનપુરી (શૂન્યની સૃષ્ટિ – ૧૮૨)
છંદ : ગાલગાગા ગાલગાગા ગાલગા
રદીફ : છે
કાફિયા : જાય, થાય.

(૪)
શી ખબર આવું પરિવર્તન થશે
દિલ સરીખો દોસ્ત પણ દુશ્મન થશે
– અમૃત ‘ઘાયલ’ (આઠોં જામ ખુમારી – ૧૬૯)
છંદ : ગાલગાગા ગાલગાગા ગાલગા
રદીફ : થશે
કાફિયા : પરિવર્તન, દુશ્મન.

બંને છંદોનો લય :-
(૧)
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
હોશવાલોં કો ખબર ક્યા બેખુદી ક્યા ચીઝ હૈ
(૨)
ગાલગાગા ગાલગાગા ગાલગા
દિલ કે અરમાં આંસૂઓં મેં બહ ગએ

આ પહેલા ‘સ્થાનિક તરહી મુશાયરા’ માટે ગુજરાતીમાં સૌથી વધુ ખેડાતા ‘ગાલગાગા’ સંધિના આવર્તનવાળા જ બે છંદ પસંદ કર્યા છે.

બંને છંદોમાં ‘ગાલગાગા’ સંધિના જ આવર્તનો હોવાથી અને છેલ્લી સંધિમાં છેલ્લા ગુરુનો લોપ થયો હોવાથી બંને છંદોના રદીફ-કાફિયાની વ્યવસ્થા અદલબદલ કરીને પણ ગઝલ રચી શકાશે. એટલે કે ‘ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા’ છંદના રદીફ-કાફિયાની વ્યવસ્થા ‘ગાલગાગા ગાલગાગા ગાલગા’ છંદમાં પણ પ્રયોજી શકાશે તથા ‘ગાલગાગા ગાલગાગા ગાલગા’ છંદના રદીફ-કાફિયાની વ્યવસ્થા ‘ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા’ છંદમાં પણ પ્રયોજી શકાશે. અહીં એ વાતનું ધ્યાન રહે કે ઉપરોક્ત ચાર પૈકી રદીફ-કાફિયાની કોઈપણ એક જ પ્રકારની વ્યવસ્થા આખી ગઝલમાં જાળવવાની હોય છે.

‘સ્થાનિક તરહી મુશાયરા’ માટે રચેલી ગઝલ તા. ૩૧-૧-૨૦૧૯ સુધીમાં ઉદય શાહને એમના WhatsApp No. 9428882632 પર મોકલવા વિનંતી કે જેથી ગઝલમાં છંદદોષ કે કાફિયાદોષ રહી ગયો હોય તો એને સુધારી શકાય. વધુ માહિતી માટે ઉદય શાહનો સંપર્ક કરવા વિનંતી.

આભાર.

નિમંત્રણ :-
પ્રશાંત પારેખ (પ્રમુખ)
ઉમા ભટ્ટ (મંત્રી)
ઉદય શાહ (પ્રોજેક્ટ કન્વીનર)