(૧) લાઇબ્રેરીના કાર્યકર્તાઓ દ્વારા શાળાએ શાળાએ ફરી શિક્ષકો અને વિધાર્થીઓની પ્રેરણાસભા કરી સ્પર્ધામાં ભાગ લેવા પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડયું. આવી કુલ ૩૬ પ્રેરણા સભાઓનું આયોજન થયું જેમાં આશરે ૨૫,૦૦૦ જેટલા બાળકોને સંબોધવામાં આવ્યાં.

(૨) વિચાર અને વાચનની તાલીમ આપવા ૨૦ જેટલી એક દિવસની વિચાર-વાચન શિબિરોનું આયોજન થયું જેમાં આશરે ૨,૫૦૦ જેટલા બાળકોએ વાચનતવ્રત લીધાં.

(૩) એક દિવસની વિચાર વાચન શિબિર દ્વારા ૨૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને પુસ્તક વાચન અને રોલ મોડેલ પસંદગી માટે તાલીમ અપાઈ.

(૪) સ્પર્ધકોને પુસ્તક વાંચનના માર્ગદર્શન માટે દરેક શાળામાં માર્ગદર્શક શિક્ષકોની નિમણૂક.

(૫) શાળાના આચાર્યો અને શિક્ષકો દ્વારા બાળકોને વાંચવા માટે પ્રેરિત કરવામાં આવ્યા.