મને ગમતું પુસ્તક વાર્તાલાપની સર્વજન શ્રેણીમાં દર મહિનાના ચોથા શનિવારે કોઈપણ સામાજિક નાગરિકને પોતાનો પુસ્તકપ્રેમ દર્શાવવાની તક આપવામાં આવે છે. જેમાં નગરજનો, લેખકશ્રી, સર્જકશ્રી તેમજ પ્રતિભાશાળી વ્યક્તિત્વ દ્વારા પુસ્તકોના સર્જન અને વિવિધ વિષયોને ન્યાય આપી વાર્તાલાપ આપવામાં આવે છે.

સર્વજન વાર્તાલાપ શ્રેણી અંતર્ગત સમાજના સામાન્ય નાગરિકને પણ પુસ્તક પ્રત્યેની લાગણી અને સ્વયં પ્રતિભા ખીલવવાની અનોખી તક પ્રદાન કરવામાં આવે છે. નગરજનમાંથી આવેલ વડીલોની પસંદગી સાહિત્ય, પ્રેરણાદાયી અને દેશભક્તિ કે ઐતિહાસિક પુસ્તકો રહ્યા છે,

પુસ્તકાલયમાં મને ગમતું પુસ્તક વાર્તાલાપમાં રજૂ થયેલ પુસ્તકોના અલગ વિભાગની વ્યવસ્થા છે. જેમાંથી વાર્તાલાપના અત્યાર સુધીના પુસ્તકો શ્રોતાઓ અને વાચકો સરળતાથી મેળવી શકે છે.

વાર્તાલાપ” અંતર્ગત રજૂ થયેલ પુસ્તકો અને વક્તાઓની યાદી પ્રસ્તુત છે.

 

MGPV Vadil Vakta List with Book & Author:Click here to open the pdf