મને ગમતું પુસ્તક વાર્તાલાપની યુવાશ્રેણીમાં ૧૮ થી ૪૦ વર્ષની વયના યુવાઓ તેમને ગમતા પુસ્તક પર દર મહિનાના પહેલાં શનિવારે વાર્તાલાપ આપે છે. યુવાઓ પસંદગીના કોઈપણ માધ્યમના કોઈપણ પુસ્તક પર વાર્તાલાપ આપી શકે છે. માધ્યમનો કોઈ બાધ ન રહેતા ભાષા વૈવિધ્ય જાળવી વિવિધ ભાષાના ઐતિહાસિક, સામાજીક, શૈક્ષણિક, સાંપ્રત વિષયોને અનુલક્ષતા પુસ્તકો, અનુવાદિત પુસ્તકો, તત્વજ્ઞાન વગેરે જેવા સાહિત્યને પણ અહીં સ્થાન મળે છે. વાર્તાલાપ આપનાર યુવા વક્તાને ભેટ સ્વરૂપે પુસ્તક તેમજ આભાર પત્ર આપવામાં આવે છે.

યુવા વાર્તાલાપની શરૂઆત આજથી બરાબર ૨૦ વર્ષ પહેલાં થઈ હતી, આજે અવિરત ચાલતા આ વાર્તાલાપને બરાબર ૨૦ વર્ષ પૂર્ણ થયા છે એ ગર્વની વાત છે. યુવાનો હંમેશા પ્રેરણાદાયી સ્ત્રોત શોધતા રહે છે. ગ્રાફ ૩ ની આંકડાકીય માહિતી અનુસાર યુવાનોની પસંદગીનો ચિતાર આવે છે. આ શ્રેણી અંતર્ગત દોલતભાઈ દેસાઈના સ્ટ્રેસ ઘટાડીએ હળવાશ વધારીએ, વાલી તમારા તરુણ દીકરા દીકરીને ઓળખો, ગુણવંત શાહ લિખિત મરો ત્યાં સુધી જીવો, ભગવાનની ટપાલ, ગાંધી નવી પેઢીની નજરે, થોભો! ૨૧મી સદી આવી રહી છે, ડૉ. આઈ. કે. વીજળીવાળા લિખિત મનનો માળો, સાઈલન્સ પ્લીઝ, પ્રેમનો પગરવ, સ્વેટ માર્ડનના સફળતાની ચાવી, નિરાશા સામે લડો, ઈચ્છો અને મેળવો તેમજ ઝવેરચંદ મેઘાણીના યુગવંદના, સૌરાષ્ટ્રની રસધાર, માણસાઈના દીવા, મેઘાણીના નાટકો તથા અમૃતા પ્રીતમની રેવન્યુ સ્ટેમ્પ, ચંદ્રકાંત બક્ષીના પુસ્તક પેરેલિસિસ, શ્વાસની એકલતા, મનુભાઈ પંચોળી લિખિત દીપનિર્વાણ, સુધા મૂર્તિના મનની વાત, ડોલર વર્ક, ધ્રુવ ભટ્ટના તત્વમસિ, અકૂપાર, સમુદ્રાન્તિકે, અતરાપી, રશ્મિ બંસલના I have dream, શૂન્યમાંથી સર્જન, પોલો કોએલોની અલકેમિસ્ટ, અંગ્રેજી પુસ્તકો We are alive to live only, The best about you is you, The seven habits of highly effective people, The White Tiger, Ikigai, हिन्दी પુસ્તક ગગન દમામા બાજયો, કિશન કલ્યાણીના અનુભવી સાથે અનુભવ, રામ મોરીની મહોતું, Ek Cutting, ચાય-શ્રી અભિષેકભાઈ શર્મા (વક્તા સ્વયં), ડૉ. નિમિત્ત ઓઝાની ક્રોમોઝન xy વગેરે પુસ્તકોએ યુવાવર્ગને વિશ્વફલક પર પાંખ પસારવાની તાકાત ભરી આપી છે.

MGPV Yuva Vakta List with Book & Author;Click here to open the pdf