મને ગમતું પુસ્તક વાર્તાલાપની મહિલાશ્રેણીમાં પણ વિષયોના બાધ વિના દર મહિનાના ત્રીજા શનિવારે એક મહિલા વક્તા પોતાને ગમતું પુસ્તક પર વાર્તાલાપ રજૂ કરે છે. ગૃહિણી, શિક્ષિકા, ડોક્ટર, લેખિકા તેમજ અન્ય ક્ષેત્રમાં કાર્યરત કોઈપણ મહિલાને પોતાની પ્રતિભા રજૂ કરવાની તક પ્રદાન કરતું મંચ આ વાર્તાલાપ પૂરું પાડે છે.
મહિલાઓની પસંદગી વિવિધતા સભર રહી છે. વાર્તા સાહિત્ય, જીવનચરિત્ર, આત્મકથા, ભક્તિ આધારિત પુસ્તકો તેઓના પ્રિય રહ્યા છે જેની રૂપરેખા ગ્રાફ ૪ માંથી મળી આવે છે. મહિલા વક્તાને પુસ્તકાલય દ્વારા ભેટ સ્વરૂપે પુસ્તક તેમજ સમયદાન આપવા બદલ આભાર પત્ર આપવામાં આવે છે.
MGPV Mahila Vakta List with Book & Author: Click here to open the pdf