મને ગમતું પુસ્તક વાર્તાલાપની બાળશ્રેણીમાં બાળકોની વયકક્ષા અનુસાર ચાર બાળકો દર મહિનાના બીજા શનિવારે પર્યાવરણ, જીવન ચરિત્ર, વાર્તા અને વિજ્ઞાન વિશેષ એવા જુદા જુદા વિષયોને ન્યાય આપતા પુસ્તકોની પસંદગી કરે છે, જેથી વિષય વૈવિધ્યસભરતા જાળવી શકાય. આ પુસ્તકોની પસંદગી માટે બાળકોને પુસ્તકાલય માર્ગદર્શન અને સહકાર પૂરા પાડે છે. વાર્તાલાપના અંતે બાળવક્તાઓને ભેટમાં પુસ્તક તેમજ પ્રશ્ન પૂછનાર અને પૂરક માહિતી આપનાર શ્રોતા બાળકોમાંથી શ્રેષ્ઠ પ્રશ્ન અને પૂરક માહિતી આપનારને ભેટ સ્વરૂપે પુસ્તક આપવામાં આવે છે. બાળવાર્તાલાપમાં શરૂઆત થયેલ શ્રેણીથી, આજ દિન સુધીમાં કુલ ૮૯૦ જેટલા વાર્તાલાપો યોજાયા છે.
વૈવિધ્યતા ધરાવતા પુસ્તકોની આંકડાકીય માહિતી ગ્રાફ ૨ પરથી સ્પષ્ટ થાય છે. સ્વાભાવિક છે કે બાળકોની પસંદગી જીવનચરિત્ર, વિજ્ઞાન અને વિવિધ વયકક્ષાના બાળકોએ પોતાની અલગ અલગ ક્ષમતાને ઉજાગર કરતા ર્સજનાત્મક વિચારોના પુસ્તક પર વાર્તાલાપ આપ્યા છે. ઉદાહરણ જોઈએ તો જીવનમાં પૂરી હિંમતથી ગીત તમારું ગાજો, અવસરને ઓળખતા શીખો, આદર્શ બાળક, You can Win, વ્યક્તિત્વ વિકાસ, પ્રેરણાનું ઝરણું, હંમેશા બધું શક્ય છે, છૂમંતર, પ્રેરક વાર્તાઓ, જીત તમારી, સફળતા કેમ મેળવશો…?, વાંચવું તો જોઈએ જ!, જિંદગીની નવી શરૂઆત, વાર્તાઓ બોલે છે, ચેલેન્જ ધ ચેન્જ, પ્રજ્વલિત માનસ, પહેલા લક્ષ્ય નક્કી કરો, દિવાસ્વપ્ન તેમજ પર્યાવરણીય જાગૃતિની સામે સંરક્ષણનું આહવાન કરતા પુસ્તકો જેવા કે વૃક્ષોની દુનિયા, ચાલો વૃક્ષોને મળીએ, તમને શું ગમે? હરિયાળી ધરતી કે ધબધગતી ભઠ્ઠી, પ્રકૃતિની ગોદમાં, પર્યાવરણ પરિવર્તન અને હું, પ્રદૂષણનો અજગર વગેરે. મૂલ્ય શિક્ષણના પુસ્તકો જેવા કે ગાંધીગંગા, પ્રેરક પ્રસંગો, મોતીચારો, માનવ મૂલ્યના શિક્ષણ, તોતો ચાન, ગુણો કેળવતા જીવનલક્ષી પાઠો, જિંદગી જીવવાની જડીબુટ્ટીઓ, વાંચો અને જીવનમાં ઊતારો વગેરે આ ઉદાહરણો દ્વારા ગાગરમાં સાગર જેવડા બોધ સમાવી લેવાયા છે.
વૈજ્ઞાનિક અભિગમ કેળવતા પુસ્તકની શ્રેણીને બાળ વક્તાઓએ ૨૧મી સદીમાં પ્રસ્તુતતાપૂર્વક મૂકી છે. વિજ્ઞાન સૌરભ, આઈઝેક ન્યૂટન, Science Merrill, ક્ષિતિજને પેલે પાર વિકસતું વિજ્ઞાન, ઊર્જાને સથવારે, વિજ્ઞાનની વાતો, વિજ્ઞાનના મરજીવા ભાગ-૧ ને ૨ વગેરે થકી જ્ઞાનની સદીને સમૃદ્ધ બનાવી છે. વાલિયામાંથી વાલ્મીકિનું ચરિત્રનિર્માણ કરતા, દેશભક્ત સમાજસેવક જેવી મહાન વિભૂતિઓની ભેટ આપતા દિનવિશેષ તથા જીવનચરિત્રના પુસ્તકો જેવા કે ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, ગાંધીજી અને નવી પેઢી, ડૉ. રાધાકૃષ્ણન, કલામચાચા, ગિજુભાઈ બધેકા, ડૉ. વિક્રમ સારાભાઈ, મધર ટેરેસા, છત્રપતિ શિવાજી, સ્વામી વિવેકાનંદ, રવિન્દ્રનાથ ટાગોર જીવનચરિત્ર, દાદાભાઈ નવરોજી, મહાપુરુષોની ખૂશ્બુ, કલ્પના ચાવલા, સંઘર્ષ સે શિખર તક દ્રૌપદી મૂર્મુજી વગેરે પુસ્તકો વિશે રજૂઆત કરવામાં આવી છે.
MGPV Children Vakta List with Book & Author : Click here to open the pdf file