પુસ્તક અધ્યયન દ્વારા વિચાર આંદોલન, વિચાર ક્રાંતિ સર્જવાનો અભિનવ પ્રયોગઃ

નવસારી વિભાગની શાળાઓ માટે વિચાર પ્રેરક પુસ્તકોના વાચન માટેનું એક અનોખુ નવતર અભિયાન એટલે અધ્યયન અનુશીલન પ્રોજેક્ટ, આ પ્રયોગ દ્વારા ધ્યેયલક્ષી વાચનથી એક ડગલું આગળ વધી.

વિચાર આંદોલનો જગાવતાં અને વિચારકાંતિ સર્જે એવાં પુસ્તકોનાં અધ્યયન તરફ ફૂચ કરી. પુસ્તક અધ્યયન અનુશીલન પ્રોજેક્ટની શરૂઆત વિશ્વ પુસ્તક દિન, ૨૩ એપ્રિલ ૨૦૦૭થી થઈ.

પ્રોજેક્ટ અંતર્ગત થયેલ પ્રવૃત્તિઓ

૧૫૦ દિવસમાં ૨,૫૦૦ જેટલા પુસ્તકો વિશેના વાર્તાલાપ શેરીઓમાં, સોસાયટીઓમાં, એપાર્ટમેન્ટમાં, ગણેશ મંડળોમાં થયા.

૩૫ શાળાના ૮૦૦ જેટલા ગ્રૂપો રજિસ્ટર થયા. (દરેક જુથમાં ૧૫થી રપ વિદ્યાર્થીઓ હતાં.) ૧૩,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો.

ગણેશ મંડપોમાં રચનાત્મક પ્રવૃત્તિઓ થઈ; ૧૦૦ જેટલા ગણેશ મંડપોમાં વિદ્યાર્થીઓ દ્વારા ૧૩૦ જેટલા વાર્તાલાપો થયા; આવનાર દિવસોમાં ગણેશોત્સવ જનજાગ્રતિનો ઉત્સવ બની રહે તેવી શાંત ક્રાંતિની કદાચ શરૂઆત થઈ.

નવસારી શહેરમાં દરરોજ આઠ-દસ સ્થળે કોઈને કોઈ પુસ્તક વિશે વાર્તાલાપો યોજાયા. શહેરની શેરીઓ પુસ્તક વિશેના વાર્તાલાપથી ગાજી ઊઠી, જાણે એથેન્સનો પુનઃજન્મ થયો.

પુસ્તકાલય દ્વારા વિદ્યાર્થીઓ,શાળાઓ, વાલીઓ માટે નીચેની પ્રવૃતિઓ થઈ

પ્રોજેક્ટની ચર્ચા અને શી રીતે કાયાવિન્ત કરવો એ માટે આચાર્યો-માર્ગદર્શક શિક્ષકોની મિટિંગ વિદ્યાર્થીઓ (નેતા, ઉપનેતા) માટે ઉનાળુ વેકેશ, દરમિયાન પુસ્તક અધ્યયન તાલીમ શિબિરો.

આચાર્યો – શિક્ષકોની મિટિંગો.

વાલીઓની મિટિંગ કરી બાળકોને પ્રેરણા, પ્રોત્સાહન આપવા સમજાવ્યા

વિદ્યાર્થીઓને (ગ્રૂપ નેતા, ઉપનેતા) નેતૃત્વ અને અભિબક્તિની તાલીમ આપવા ૧૬ જેટલી શિબિરો થઈ જેમાં ૨,૫૦૦ જેટલા વિધાર્થીઓને તાલીમ અપાઈ

ભાગ લેનાર શાળાઓમાં ૨૬ જેટલી પ્રેરણા સભાઓ.

શ્રી સમસ્ત નવસારી વિભાગ ગણેશ મંડળ, નવસારીના પદાધિકારીઓ, સભ્યોની મિટિંગ કરી બાળકોને પ્રોત્સાહન આપવા પ્રેરિત કર્યા.

વધુ વંચાયેલ પુસ્તકો પર પુસ્તકાલય દ્વારા ૧૫ જેટલા વિદ્વાન વક્તાઓના વાર્તાલાપોનું આયોજન.

શ્રેષ્ઠ ગ્રપોની પસંદગી માટેની પ્રાથમિક અને અંતિમ રાઉન્ડની સ્પર્ધાના નિર્ણાયકોની મિટિંગ.

પ્રથમ રાઉન્ડની સ્પર્ધાઓ ૪૦ જેટલા સ્થળોએ થઇ. ૪૭૫ જેટલા ગ્રૂપોએ ભાગ લીધો અને ૮૦ નિર્ણાયકોની સેવા લેવામાં આવી.

બીજા રાઉન્ડની સ્પર્ધામાં પ્રથમ રાઉન્ડની સ્પર્ધાના ૧૦૪ વિજેતા ગ્રૂપોએ ભાગ લીધો ર૪ નિર્ણાયકોની સેવા મેળવી.

પુસ્તક અધ્યયન અનુશીલન સ્પર્ધાનું વિશિષ્ટ રીતે સાફલ્ય સમારોહથી સમાપન કરવામાં આવ્યું. બે દિવસ ચાલેલા આ સમારોહમાં શ્રી નારાયણ દેસાઈ સહિત ૧૦ જેટલા સાહિત્યકારો જોડાયા અને જુદી જુદી શાળાઓમાં હાજર રહી વિદ્યાર્થીઓના ગ્રુપો દ્વારા થયેલ પુસ્તકો વિશેની અભિવ્યક્તિને માણી, પ્રમાણી. શ્રી નારયણભાઈ દેસાઈની શિક્ષકો સાથેની ગોષ્ઠિ કેળવણી એટલે શું? એ સૌને સંસ્કાર ઘડતરની પ્રેરણા આપી.