શ્રી લલ્લુભાઇ મકનજી પટેલ–ગાંધી સાહિત્ય વિભાગ :
સ્વ. લલ્લુભાઇ મકનજી પટેલ-મટવાડનાં વતની, સ્વાતંત્રય સેનાની, સંનિષ્ઠ સમાજ સેવક અને બહુશ્રુત વિદ્વાન, તેઓ તેમના વાચન શોખને કારણે એક સુંદર પોતાનું આગવું પુસ્તકાલય ધરાવતા હતા. એમના નિધન પછી પરિવારજનોએ સયાજી વૈભવ પુસ્તકાલયના વિશાળ વાચક સમુદાયને લક્ષમાં રાખી એમનું ગાંધી સાહિત્ય અને બીજા અનેક સુંદર પુસ્તકો સયાજી વૈભવ પુસ્તકાલયને દાનમાં આપ્યા.
શ્રી લલ્લુભાઇ મકનજી પટેલ-ગાંધી સાહિત્ય વિભાગ’ ગાંધી વિચારમાં રસ ધરાવનારાઓ અને સંશોધકો માટે અનેક સંદર્ભ ગ્રંથો ધરાવનાર ‘ગાંધી સાહિત્ય વિભાગ’ મૂલ્યવાન બની રહ્યો છે.
મહાદેવભાઈ દેસાઈ સ્મૃતિ ખંડ સ્વ. કાળીદાસ ભાઈશંકર જોષી ( બિકન ગૃપ, નવસારી) સભાગૃહ તથા બાળ વિભાગ
બાળકો એ સ્વસ્થ સમાજનું કેન્દ્રબિંદુ છે. કહેવાય છે કે બાળકના ઘડતરમાં સૌથી મોટો ફાળો એની આસપાસના વાતાવરણનો હોય છે તેથી બાળકોની શ્રેષ્ઠતાને દિશા આપતું વાતાવરણ પૂરું પાડતું શ્રેષ્ઠ આયોજન એટલે બાળ વિભાગ.આધુનિક સુવિધાઓથી સજ્જ એવો સુંદર બાળ વિભાગ છે જ્યાં બાળક હળવાશ અનુભવે અને મુક્ત મને પોતાના વિચારોને, કલ્પનાઓને નવી ઉડાન આપી શકે. બાળ વિભાગમાં હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષાના કુલ ૨૫૦૦૦ પુસ્તકો છે.બાળકોને અનુકૂળ ભાવાવરણની રચના કરી ૧૫૦ બુધ્ધિ કૌશલ્ય વિકસાવતો ગેમ્સ,જરૂરી શૈક્ષણિક ચાર્ટસ, મોડેલ, રમકડાંઓ, અને આધુનિક શૈક્ષણિક ઉપકરણો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. તેમજ બાળકોને અનુરૂપ બેઠકવ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ચંચળબા મહિલા વિભાગ :
મહિલાઓને પોતાના રસના વિષયનાં પુસ્તકો સહેલાઇથી ઉપલબ્ધ બની રહે અને મહિલાઓમાં પણ વાંચન અભિરુચિ વિકસે એ હેતુથી અલગ મહિલા વિભાગ શરૂ કરવામાં આવ્યો છે.
સ્વ. મણીલાલ મિસ્ત્રી ઇલેકટ્રોનિક લાયબ્રેરી : (દ્રશ્ય-શ્રાવ્ય વિભાગ)
આજના ટેકનોલોજીના યુગમાં પુસ્તકની ઉત્ક્રાંતિ થઈ પુસ્તકો અને માહિતી વિવિધ પ્રકારનાં ડિજિટલ માધ્યમોમાં ઉપલબ્ધ છે. જેમાં ઇલેક્ટ્રોનિક માધ્યમ મુખ્ય છે. આ વિભાગમાં દ્રશ્ય-શ્રાવ્ય વિભાગ સાથે સીડી રોમ અને વિવિધ કોમ્પેક્ટ ડીસ્કની પણ લાયબ્રેરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ગ્રંથાલયમાં જ કેસેટો જોઇ/સાંભળી શકાય તે માટે ટીવી, ટેઇપ રેકોર્ડર, ડીવીડી પ્લેયર વગેરેની પણ સગવડ છે.વિવિધ એનસાઇક્લોપીડિયાની સીડી/ડીવીડી પણ મલ્ટીમીડિયા કીટ સાથે ઉપલબ્ધ છે.
સ્વ.કીકુભાઈ લલ્લુભાઈ મહેતા રીડીંગ રૂમ
સ્પર્ધાત્મક અને ઈત્તર પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને વાંચન માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.
બાઈ રતનભાઈ (તાતા) એદલજી બામજી રીડિંગ રૂમ
શ્રીમતી સુધાબહેન પારેખ અને શ્રીમતી સ્નેજલતાબહેન પારેખ બાળ વિભાગ
બાળકો માટેની પુસ્તકો ઉપલબ્ધ છે.
મહાદેવભાઈ દેસાઈ સ્મૃતિ ખંડ:
પૂર્વ અધિષ્ઠાતા મહાદેવભાઈ દેસાઈએ આ જ વાસ્તુમાં બાળ વિભાગ અને સભાગૃહનું એક સ્વપ્ન સેવ્યું હતું, જેને સમગ્ર લાઈબ્રેરી ટીમે પૂરું કર્યું.
તા. ૧૬ મી માર્ચ, શનિવારે મહાદેવ દેસાઈ સ્મૃતિ ખંડ, સ્વ. કાળીદાસ ભાઈશંકર જોષી સભાગૃહ તથા બાળવિભાગનું ઉદ્દઘાટન મુખ્ય દાતા ડો. દિનેશભાઈ જોષી (બિકન ગૃપ) અને ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ ડૉ.હર્ષદભાઈ ત્રિવેદીના હસ્તે, કરવામાં આવ્યું. આજ પ્રસંગે આ હોલના નિર્માણમાં સહાયરૂપ બનેલા દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ સાથે Youtube Link પણ સામેલ છે.
કેરીયર કોર્નર :
વિદ્યાર્થીઓને કારર્કીદી માર્ગદર્શન અને પસંદગી માટે માહિતી આપવા માટે એક અલગ કેરીયર કોર્નર વિભાગ પણ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં એ વિષેનું સાહિત્ય અલગ રીતે ઉપલબ્ધ છે.