ગત બે દાયકાઓ દરમિયાન સ્વપ્નદૃષ્ટા પ્રમુખ શ્રી મહાદેવભાઈ દેસાઈ અને મંત્રીશ્રી જયપ્રકાશ મહેતાના કલ્પનાશીલ, ગતિવંત નેતૃત્વથી પુસ્તકાલયે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી છે. આ જ પ્રવૃત્તિઓ અનુગામી પ્રમુખ તથા મંત્રીશ્રી પ્રશાંતભાઈ પારેખ અને માધવી શાહ વેગવંતી કરવા પ્રયત્નશીલ છે. પુસ્તકાલયની અભિનવ વિસ્તરણ પ્રવૃત્તિઓ એની વિશિષ્ટ ઓળખ બની છે.
સ્વ.અસ્માબેન ડોક્ટર સ્મૃતિ મને ગમતું પુસ્તક વાર્તાલાપ
છેલ્લા ૨૫ થી ૩૦ વર્ષથી ચાલતી એક અવિરત શ્રેણી જે પુસ્તકાલય નો પ્રાણ છે.
- યુવાનો માટે –દર મહિનાના પ્રથમ શનિવારે સાંજે ૬-૦૦ કલાકે
- બાળકો માટે –દર મહિનાના બીજા શનિવારે સવારે ૯–૩૦ કલાકે
- મહિલાઓ માટે – દર મહિનાના ત્રીજા શનિવારે સાંજે ૪-૦૦ કલાકે
- વડીલો માટે – દર મહિનાના ચોથા શનિવારે સાંજે ૬-૦૦ કલાકે
વિશ્વભરમાં આ કેવળ એકમાત્ર પુસ્તકાલય હશે જે આ રીતે દર મહિને સાત જેટલાં પુસ્તકોનો પરિચય નિરંતર કરાવે છે.