શ્રેષ્ઠ વાચક સ્પર્ધા દરમ્યાન એક સૂત્ર મળ્યું ‘અમે વાંચીશું અને અમારા મમ્મી-પપ્પાને વંચાવીશું’ આમાંથી પ્રેરણા લઇ ને કેવળ વિદ્યાર્થીઓ નહીં પણ સમાજ આખાને વાચન માટે પ્રેરવા એક યોજના ‘તરતા પુસ્તકો’ ના સ્વરૂપે અમલી બનાવી.

નવસારીનાં ૫૦૦૦ નગરજનો (વિદ્યાર્થી સહીત) ઓછું એક પુસ્તક ખરીદે, વાંચે અને ત્યારબાદ સ્વજન, મિત્રવૃંદમાં તરતું મૂકે એ પુસ્તક પંદર જણ વાંચે અને અંતે પુસ્તકાલયને ભેટ સ્વરૂપે મળે.