પ્રથમ પાનુ » સ્વનવસર્જન-હકારાત્મક વિચારોની ચળવળ    
સ્વનવસર્જન-હકારાત્મક વિચારોની ચળવળ:

વિદ્યાર્થીઓ-ભાવિ નાગરિકો પ્રત્યે પુસ્તકાલય હંમેશ જાગ્રત રહ્યું છે. પુસ્તકાલયની વિવિધ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીને હંમેશ કેન્દ્રસ્થાને રાખવાનો પુસ્તકાલયનો પ્રયાસ રહ્યો છે. પુસ્તકાલયની વિવિધ વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓથી આકર્ષાયેલા આર્ષદ્રષ્ટા ઉદ્યોગપતિ શ્રી દેવેન્દ્રભાઇ નાયકના આર્થિક પીઠબળ અને માર્ગદર્શનથી સ્વનવસર્જનની એક નાવિન્યપૂર્ણ પ્રવૃત્તિ શરૂ કરાઇ. લાંબાગાળાની આ મહત્ત્વાકાંક્ષી યોજનામાં-વિદ્યાર્થીઓ તેમના અર્ધ જાગ્રત મનને ઓળખે તેની શક્તિનો પરિચય મેળવે અને હકારાત્મક વલણ કેળવી ધારેલી સફળતા મેળવે તેવા પ્રયાસો કરવા.

આ પ્રવૃત્તિ જિલ્લની ૨૫ જેટલી પસંદ કરાયેલ શાળામાં ચાલી રહી છે. શાળામાં નિષ્ણાંતો દ્વારા વક્તવ્યો, વિદ્યાર્થીઓના, શિક્ષકોના, વાલીઓના શિબિરો, વિદ્યાર્થીઓનાં મનની ક્ષિતિજો વિશતરે તેવા નિષ્ણાંતો દ્વારા પ્રયાસો, વિદ્યાર્થીઓ હકારાત્મક વલણ કેળવે એ દિશામાં પ્રયત્નો, વિદ્યાર્થી લઘુતાગ્રંથી, આળસ ત્યજી સિધ્િધનાં ધ્યેય ધરાવતો થાય, જીવનનું લક્ષ્ય નક્કી કરે, રોલ મોડેલની પસંદગી કરી, ધ્યેયપ્રાપ્િતનાં પ્રયત્નોમાં મંડી પડે- લાંબાગાળાનાં આ આયોજન અને પ્રવૃત્તિઓને શાળા પરિવારનો પ્રોત્સાહક, પ્રતિભાવ મળી રહ્યો છે.