પ્રથમ પાનુ » પુસ્તક પરબ    
પુસ્તક પરબ:

ઘણીવાર લાયબ્રેરીમાં ભેટ આવતાં પુસ્તકોની લાયબ્રેરીમાં ઘણી પ્રતો હોય જ છે, તો કેટલીકવાર જર્જરિત પણ હોય છે. ઉપરાંત ઘણાં લોકોને જૂના વાંચેલા પુસ્તકોનું શું કરવું એ સમજ નથી પડતી. કેટલીકવાર સારા પુસ્તકો પસ્તીમાં વેચાઇ જતા હોય છે. એટલે અહીં એક પુસ્તક પરબ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં એ માટે અલાયદા રાખેલા ખુલ્લા કબાટમાં કોઇ પણ વ્યક્તિ જાહેર દાન હેતુસર કોઇ પણ પુસ્તક મૂકી જાય છે અને કોઇપણ વ્યક્તિ એ પુસ્તક લઇ જઇ શકે છે. આ સેવા સંપૂર્ણપણે નિ:શુલ્ક છે.