પુસ્તકાલય ગીત
એક બગીચો જ્ઞાનનો એવો,
પુસ્તકનો જ્યાં ગુંજે કલરવ..
બાળ વાચકો જેનો વૈભવ,
ગમે મને આ સયાજી વૈભવ..
જયુ-મહાદેવ વિચારના પાયા,
નરેન્દ્ર પારેખ નક્કર ચણતર,
સુજ્ઞ વાચકો જેના રંગ છે,
ગમે મને આ સયાજી વૈભવ…
ગ્રંથતીર્થમાં ‘ગમતું પુસ્તક’
પુસ્તક પરબ ને વિચાર વાચન,
વેકેશન જ્યાં ઉત્સવ બનતો,
ગમે મને આ સયાજી વૈભવ…
સવાસો વરસથી અડગ અડીખમ,
એને કાજે પ્રણ છે અણનમ,
શતક નચિકેતા ભેટ ધરીશું,
નવસારીનું નામ કરીશું.
વાચન પાટનગરનો વૈભવ,
ગમે મને આ સયાજી વૈભવ…
રચનાકાર : પ્રા. ડૉ. સ્વાતિ નાયક