Burning I shine – જલવું જીવન ને જ્યોતિ બનું હું.નવસારી સ્થિત મદ્રેસા હાઈસ્કૂલનોએ મંત્ર, એ Motta ઋષિકુળના આચાર્ય શ્રી વાડિયાસાહેબે ચરિતાર્થ કર્યો છે.

એમના એક સમયના વિદ્યાર્થી હાલની આ લાઇબ્રેરીના સારથિ સ્થપતિ મહાદેવભાઈ દેસાઈ એમના અંગે સાચું જ કહે છે, “એઓ સંત નથી પરંતુ સંત કરતા વિશેષ છે, એઓ ગાંધીવાદી નથી પરંતુ એક ગાંધીવાદી કરતા વિશેષ છે.સ્વામી સચ્ચિદાનંદે એમના વિશે કહેલું કરોડોમાં ક્યારેક જ થાય એવા આ આચાર્ય છે, એમનું ઋણ ફેડાય એમ નથી, પરંતુ અદા કરવા જે મંથન થયું તેમાંથી શ્રી સોરાબજી વાડિયા શ્રેષ્ઠ પુરસ્કારનો જન્મ થયો.

નવસારીના ભૂતપૂર્વ આચાર્યશ્રી સોરાબજી એચ. વાડિયાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શ્રી સૌરાબજી વાડિયાની પુણ્યસ્મૃતિને શાશ્વત અને ચિરંજીવ રાખવાના હેતુથી તેમ જ સારી અને આદર્શ શાળાઓ ઠેર ઠેર પાંગરે એ હેતુથી નવસારી જિલ્લાની શ્રેષ્ઠ શાળા માટે શ્રી સોરાબજી વાડિયા શ્રેષ્ઠ શાળા પુરસ્કારની સ્થાપના કરી છે. આ પુરસ્કાર છેલ્લાં ૧૦ વર્ષથી આપવામાં આવે છે. પુરસ્કાર પેટે રૂ. ૨૧,૦૦૦/- રોકડા અને સુંદર ટ્રોફી એનાયત કરવામાં આવે છે. આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં શિક્ષણની ગુણવતા, સહઅભ્યાસ પ્રવૃત્તિ, સ્વચ્છતા, શિસ્ત, સુશોભન, જીવન મૂલ્યોનું ઘડતર, વિશિષ્ટ સિદ્ધિઓ, સમાજસેવા, શાળાની ભૌતિક સુવિધા જેવાં ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી બજાવનાર શાળાઓને પણ પુરસ્કૃત કરવામાં આવે છે.

પ્રસ્તૃત શ્રેષ્ઠ શાળા પુરસ્કાર અભિગમને આચાર્ય દિનુભાઈ નાયકે એક ચળવળ ગણી અને ઉત્તમતાની ખોજ અને તે તરફની ફૂચનો રૂડો પ્રારંભ થયો. આ ઉત્તમતા, શ્રેષ્ઠતા તથા સુંદરતાની કંમિક ઊંચાઈની સાબિતી માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી મૂલ્યાંકન માપદંડો તૈયાર કરવામાં આવ્યા. પ્રસ્તુત શાળાઓનું મૂલ્યાંકન પ્રથમ તાલુકાકક્ષાએ પછી જિલ્લાકક્ષાએ, પ્રત્યક્ષ તેમ જ ઓચિંતી મુલાકાત દ્વારા કરવામાં આવે છે. વસ્તુતઃ આ સ્વમૂલ્યાંકન અને સ્વનિરીક્ષણની પ્રકિયા હતી. શૈક્ષણિક સેવાયજ્ઞના પરિપ્રેક્ષ્યમાં આ પુસ્તકાલયે શરૂ કરેલી ચળવળને આચાર્ય, શિક્ષકોએ વ્યાવસાયિક પવિત્રતાની કાંધ અર્પી. મુલાકાત વેળા ભાગ લેનાર શાળાઓના સંચાલકો, આચાર્ય તથા શિક્ષક મિત્રોમાં વીજળી ચમકારો અને કંઈક કરી છૂટવાની તમન્ના અનુભવાઈ. એટલું જ નહીં પરંતુ જ્યાં અભાવોમાં શૈક્ષણિક કામ કરવામાં આવે છે તેમને અદ્દભુત પ્રેરણા મળી. ૧૫ જેટલા નિષ્ણાંત, નિર્ણાયકો દ્વારા ૧૫૦ જેટલી શાળાઓની મુલાકાત લઈ તટસ્થ મૂલ્યાંકન કરવામાં આવે છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે આ પુરસ્કારને કારણે જિલ્લાઓની કેટલીક શાળાઓમાં ચેતના પ્રગટી છે અને શાળાઓ પોતાનું ક્લેવર ઊંચું લાવવા ઉત્સાહી અને કટિબદ્ધ બની છે. સમગ્ર જિલ્લામાં શિક્ષણની ગુણવત્તા સુધારવામાં આ પુરસ્કાર એક નિર્ણાયક પરિબળ બની રહ્યો છે અને બની રહેશે એ નિર્વિવાદ છે.

શ્રેષ્ઠ શાળા પુરસ્કારની યોજનાનું મૂલ્યાંકનપત્ર એ શાળાઓ માટે “મેગ્ના કાર્ટા’ જેવું છે. કોઈ શાળા કે શિક્ષકે આદર્શ શાળા બનાવવા શું કરવું જોઈએ તેની અદ્દભુત માહિતી અને પ્રેરણા આમાંથી મળી શકે છે. કોઈ પણ શાળા જો આ મૂલ્યાંકન પ્રમાણે કામગીરી કરે તો એ શ્રેષ્ઠ અને આદર્શ શાળા બન્યા વિના રહી શકે નહીં. રસ ધરાવનાર શિક્ષકોને એ વહેલામાં વહેલી તકે જોઇ જવા આ લેખકની વિનંતી છે. વિશેષ તો શિક્ષકો અને શાળા માટે બનાવવામાં આવેલું સ્વમૃલ્યાંકન પત્રક ખરેખર અદ્દભુત છે.